ઈ-વોટર આઈડી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો @Nvsp.in

ઈ-વોટર આઈડી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો @Nvsp.in |ઘર બેઠા ચૂંટણી કાર્ડ મેળવો | ચૂંટણીકાર્ડ pdf માં ડાઉનલોડ કરવાંના સ્ટેપ | e-EPIC કાર્ડ ડાઉનલોડ કરવાના સ્ટેપ

 ભારતના દરેક નાગરિકો હવે પોતાનું ચૂંટણી કાર્ડ પોતાના સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકે છે. દેશના ચૂંટણી પંચે દરેક મતદારના ઓળખ કાર્ડને ડાઉનલોડ કરવું સરળ બનાવી દીધું છે. આ નવું ઈલેક્ટ્રોનિક વોટર આઈડી એડિટ કરી શકાતું નથી અને તેનું પીડીએફ વર્ઝન પણ એકદમ સુરક્ષિત છે. આ ઈલેક્ટ્રોનિક વોટર આઈડી કાર્ડ ફિઝિકલ વોટર આઈડી જેટલું જ માન્ય છે. e-EPIC એ ફિઝિકલ વોટર આઈડી કાર્ડનું PDF વર્ઝન છે. દરેક મતદાર આ કાર્ડ પોતાના ફોનમાં ડાઉનલોડ કરી શકે છે, ડિજિલોકરમાં અપલોડ કરી શકે છે, અને તેને પ્રિન્ટ કરીને લેમિનેટ પણ કરાવી શકે છે.




ડિજિટલ વોટર આઈડી (ચૂંટણી કાર્ડ) ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ

1. https://www.nsvp.in/ વેબસાઈટ પર લોગ ઈન કરો

2. અહીં તમને Download e-EPIC card નો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કરો.

3. નવા યુઝર તરીકે Login/Register વિકલ્પ પર ક્લિક કરો.

4. હવે ફરીવાર e-EPIC Download નામના વિકલ્પ પર ક્લિક કરો.

5. અહીં તમારો EPIC નંબર અથવા તો Form Reference Number દાખલ કરો.

6. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમને એક OTP મળશે. આ OTPને વેરિફાય કરો.

7. ફરી એકવાર Download e-EPIC નામનો વિકલ્પ મળશે. આ વિકલ્પ પર ક્લિક કરો.

જો તમારો મોબાઈલ નંબર Eroll માં રજિસ્ટર્ડ નથી તો તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

8. KYC કરવા માટે e-KYC નામના વિકલ્પની પસંદગી કરો.

9. Face liveness verification ની પ્રક્રિયા પૂરી કરો.

10. હવે KYCની પ્રોસેસ પૂરી કરવા માટે તમારો મોબાઈલ નંબર અપડેટ કરો.

11. બસ હવે Download e-EPIC વિકલ્પની પસંદગી કરો

ચૂંટણી કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો

  • મતદારનું નામ
  • ફોટોગ્રાફ
  • જાતિ
  • મતદારની સહી
  • જન્મ તારીખ
  • પિતાનું/અથવા પતિનું નામ
  • રહેઠાણનું સરનામું
  • રાજ્ય
  • સરકાર દ્વારા ચિહ્નિત થયેલ હોલોગ્રામ

વોટર આઈડી કાર્ડ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

  1. સૌ પ્રથમ તમારે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ www.nvsp.in પર જવું પડશે.
  2. વેબસાઈટના હોમ પેજ પર તમને Track Application Status નો વિકલ્પ દેખાશે, તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  3. હવે એક નવું પૃષ્ઠ ખુલશે જ્યાં તમને સંદર્ભ નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે.
  4. તેમાં એન્ટર થયા બાદ તમારે ત્યાં હાજર ટ્રેક સ્ટેટસના બટન પર ક્લિક કરવાનું રહેશે.
  5. આ રીતે તમારા મતદાર આઈડી કાર્ડનું સ્ટેટસ તમારી સામે ખુલશે.