- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
- આગામી 24 કલાકમા ગુજરાતમા ચોમાસુ થશે સક્રિય : અંબાલાલ પટેલ
- 27 જૂનથી 2 જૂલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ પૂર્વ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉદયપુર તેમજ રાજસ્થાનમાં વરસાદ તથા સાબરકાંઠામાં વરસાદ થતા સાબરમતી નદીમાં નવા નીર આવશે. ત્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદનાં કારણે મધ્ય પ્રદેશમાં પુર આવી શકે છે. તેમજ નર્મદા નદીનાં વિસ્તારમાં વરસાદનાં કારણે નર્મદા બે કાંઠે થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી નદીમાં જળસ્તર વધી શકે છે. તેમજ મુંબઈ મહારાષ્ટ્રનાં ભાગોમાં વિદર્ભ મરાઠાવાડ વગેરે ભાગોમાં વરસાદ થઈ શકે છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
આગામી 5 દિવસ અતિભારે વરસાદ
Ambalal Patel Monsoon Prediction ગુજરાતમાં હજુ ચોમાસાનું વિધિવત્ આગમન થયું નથી તેમ છતાં તેનાં ચક્રો ગતિમાન થઈ ગયાં છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે, તેમાં પણ અમદાવાદ, વડોદરા, મહેસાણા અને ગોધરામાં તા. ૨૮, ૨૯ અને ૩૦ જૂને ભારે વરસાદ તૂટી પડવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે. દરમિયાન, આજે સવારના રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 3.7 ઇંચ વરસાદ, ગોધરામાં 3.5 ઇંચ,વડોદરાના દેસરમાં 2.7 ઇંચ, આણંદમાં 2.4 ઇંચ, કાલોલ અને હાલોલમાં 2-2 ઇંચ વરસાદ પાડ્યો હતો.તે જ રીતે ઉમરેઠ અને ઠાસરામાં 2-2 ઇંચ વરસાદ અને સાવલી તથા ઘોઘંબામાં 1.75 ઇંચ વરસાદ તેમજ ધાનપુરામાં 1.5 ઇંચ, ગળતેશ્વર અને નડીયાદમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો.
અંબાલાલ પટેલની આગાહી
ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસશે. એટલું જ નહીં વાવાઝોડા બાદ હાલ સ્થિતિ ભલે સામાન્ય થઈ હોય પણ આગામી દિવસોમાં ભારે વરસાદની તૈયારી રાખવી પડશે.
બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
અમદાવાદમાં બફારાથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે. આજે પણ આકાશમાં વરસાદી વાદળાંઓનું સામ્રાજ્ય જોવા મળે છે, જોકે શનિવાર અને રવિવારની રજાઓમાં વરસાદથી લોકોને ખાસ હેરાન નહીં થવું પડે, પરંતુ સોમવારથી એટલે કે ઉઘડતા અઠવાડિયાથી શહેરમાં વરસાદની એન્ટ્રી થશે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે. શહેરમાં તા. ૨૬, ૨૭, ૨૮ અને ૨૯ જૂન એમ ચાર દિવસ વરસાદ પડી શકે છે.