અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

રાત્રે ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા: બિપોરજોય વાવાઝોડુ ક્યા અને ક્યારે ટકરાશે ? જાણો પવનની સ્પીડ અને રૂટ ☑️

રાત્રે ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા: આજે રાત્રે વાવાઝોડાની દિશા ઉત્તર પૂર્વ તરફ જશે. તથા હાલ વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યુ છે. તેમજ વાવાઝોડુ 15 તારીખે સાંજે લેન્ડફોલ કરશે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 300 કિમી દૂર છે. તેમજ વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 280 કિમી દૂર છે. જખૌથી 310 કિમી દૂર, નલિયાથી 330 કિમી દૂર છે. વાવાઝોડુ 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.




આફત આવી સાવચેત રહેજો. ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો છે. તેમાં બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જખૌ પોર્ટ પર વાવાઝોડાના લેન્ડફોલની પ્રબળ શક્યતા છે.

 • બિપોરજોય દ્વારકાથી કેટલું દૂર ? : દ્વારકાથી 280 કિમી દૂર છે.
 • બિપોરજોય જખૌથી કેટલું દૂર ? : જખૌથી 310 કિમી દૂર છે.
 • બિપોરજોય નલિયાથી કેટલું દૂર ? : નલિયાથી 330 કિમી દૂર છે.
 • બિપોરજોય પોરબંદરથી કેટલું દૂર ? : પોરબંદરથી 300 કિમી દૂર છે.
low-pressure area: windy.com: ગુજરાત પર હાલ બિપોરજોય નામનુ વાવાઝોડુ ટકરાવાનુ જોખમ મંડરાઇ રહ્યુ છે. ત્યારે આ બિપોરજોય વાવાઝોડુ વારંવાર તેનો ટ્રેક બદલી રહ્યુ છે. અગાઉ આ સાયક્લોન દ્વારકા એન માંગરોળ વચ્ચે ટકરાય તેવી શકયતાઓ હતી હવે તેનો ટ્રેક બદલાવાથી આ વવાઝોડુ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે અથડાય એવી સંભાવનાઓ છે. ત્યારે ચાલો જાણીએ આ સાયક્લોન અપડેટ અંગે લેટેસ્ટ શું માહિતી છે ?

વાવાઝોડા અંગે લેટેસ્ટ અપડેટ
સૌરાષ્ટ્ર – કચ્છમાં વાવાઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ

સૌરાષ્ટ્ર – કચ્છમાં વાવાઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ છે. જેમાં કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરાતા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની દિશા આજ રાતથી જ બદલવા લાગશે. તેથી વાવાઝોડુ 15 તારીખે સાંજે લેન્ડફોલ કરશે. જેમાં જખૌ પોર્ટ પર વાવાઝોડાના લેન્ડફોલની પ્રબળ શક્યતા દેખાઇ રહી છે.

 • વાવાઝોડુ 15 જૂને માંડવી અને કરાંચી વચ્ચે લેન્ડફોલ થવાની શકયતા
 • સાયકોનની કેટેગરી એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી વેરી સિવિયર સાઇક્લોનિક સ્ટ્રોમમાં બદલાઈ છે
 • લેન્ડફોલ થતાની સાથે વાવાઝોડું વધુ સ્ટ્રોંગ બનશે
 • સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની છે શક્યતા
 • 14 જૂનના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
 • 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
 • રાજ્યના મોરબી, ઓખા ,કંડલા, માંડવી જેવા બંદરો ઉપર ભયસૂચક 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.
 • વાવાઝોડાની અસરને લઇને 10 નંબરના સિગ્નલ લગાવાયા
 • 9 નંબર બાદ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યા છે.
 • 10 નંબરનુ સિગ્નલ ગણાય છે અતિભયજનક
 • રાજ્યના મોરબી, ઓખા ,કંડલા, માંડવી સહિતના બંદરો ઉપર ભયસૂચક 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.

સાયક્લોન અપડેટ Live

સાયક્લોન અપડેટ Live: અગાઉ બિપોરજોય વાવાઝોડુ વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં જવાની શકયતાઓ દેખાઇ રહિ હતી તેમાં હવે ફેરફાર થયા છે. હવે બિપોરજોય વાવાઝોડુ માંડવી અને કરાચી વચ્ચે આવી રહેલું વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ક્યાં અને ક્યાં ટકરાશે તેની શકયતાઓને જોતા વહિવટી તંત્ર દ્વારા મહત્વની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. SDRF ની 12 અને NDRFની 7 ટૂકડીઓ રાજ્યના દરિયાકાંઠાના ભાગોમાં સ્ટેન્ડબાય કરવામાં આવી છે. વાવાઝોડું 15મીની બપોરે ગુજરાતના દરિયાકાંઠે અથડાય તેવી સંભાવનાઓ દેખાઇ રહિ છે. હવામાન વિભાગ દ્વારા પણ વાવાઝોડાની ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. તો વહિવટી તંત્રએ આવનારી આ વિપરિત પરિશ્તિતિને પહોંચી વળવા તમામ જાતની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધી રહેલુ બિપોરજોય વાવાઝોડું 14 મી તારીખની સવારે પૂર્વમાં ફંટાશે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છની દરિયાઈ પટ્ટી પર અસર કરશે તેવી આગાહિ કરવામાં આવી રહી છે. વાવાઝોડાની આંખ કચ્છ તરફ ગતિ કરતી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ બૂલેટિન પ્રમાણે વાવાઝોડું 5 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે આગળ વધી રહ્યું છે.

વાવાઝોડુ ક્યા અને ક્યારે ટકરાશે ?

બિપોરજોય વાવાઝોડાના ટ્રેક પર જોઇએ તો આ વાવાઝોડું 14 મીએ પૂર્વ તરફ ગતિ કરશે તેઉ લાગી રહ્યુ છે. વાવાઝોડું 14મી તારીખના સવારના 6 વાગ્યાથી સૌરાષ્ટ્ર-કચ્છ તરફ અને પાકિસ્તાનને અસર કરશે તેવી આગાહિ કરવામા આવી રહિ છે.. જેમાં વાવાઝોડાની આંખ કચ્છ પર ટકરાવાની શક્યતાઓ દેખાઇ રહિ છે.

વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ : અહીં ક્લિક કરો

 • આ વાવાઝોડાની સ્થિતિને લક્ષમા રાખી તમામ બીચ પર્યટ્કો માટે બંધ કરવામા આવ્યા છે.
 • માછીમારોને દરિયામા જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.
 • પોરબંદરના દરિયાકિનારે ભયજનક 9 નંબરનુ સિગ્નલ લગાવવામા આવ્યુ છે.
 • 14મી તારીખની સાંજથી 15મી તારીખના સાંજના 6 વાગ્યાનો સમય ગુજરાત માટે ઘાત સમાન રહેવાની સંભાવનાઓ છે. જેમાં 15મીની સવાર બાદ વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ કરે તેવી શકયતાઓ દેખાઇ રહિ છે. આ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમા વાવાઝોડા સાથે ભારે તોફાની પવન અને વરસાદ થવાની શક્યતાઓ છે.