અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો | Anyror Gujarat 7/12 Online

7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો | Anyror Gujarat 7/12 Online | 7/12 Utara Online | Urban/Rural Area Land Records | Gujarat Bhulekh Naksha Online |Anyror Gujarat 7/12 Online Check Gujarat Land Records 7/12 (Satbara Utara) Online




ખેડૂતોના પોતાની જમીન રેકોર્ડની વિગતો 7 12 utara ના ઉતારામાં સમાવેશ થાય છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે.

આ અગત્યના રેકોર્ડ દ્વારાએ  જમીનમાં નવા પાક વાવેતર માટે પાક લોન મેળવવી માટે પણ ઉપયોગી છે.

ગુજરાત સરકારે આપી મોટી સગવડ : 7/12, 8-અના ઉતારા હવે ઑનલાઈન તમે જ કાઢી શકશો

➤ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે

➤નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે 

➤જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત-સંસ્થા કરી શકશે

કઈ લીંકનો ઉપયોગથી નીકળશે ઉતારા

જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.૬, ૭/૧૨, ૮-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યકિત ડીજીટલી સાઇન્ડ નકલ ઓન-લાઇન મેળવી શકશે તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે.

આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR  અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત સંસ્થા કરી શકશે.

આ સાથે ઘણી વખત તમે તામ્રી જમીનના 7/12 નો ઉતારો કઢાવવા માટે પણ ઘણી બધી મહેનત કરી હશે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 7/12 હેઠળ ગુજરાત રાજ્ય સરકાર 225 તાલુકો અને 26 જિલ્લાઓના જમીન રેકોર્ડ પ્રદાન કરી રહી છે. કોઈપણ આરઆર પોર્ટલ એ ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ એક સત્તાવાર વેબસાઇટ છે. તો ખાસ જાણીલો 

ગ્રામ્ય જમીનનો રેકર્ડ



શહેરી જમીનનો રેકર્ડ



૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે.

Jamin na Utara કેવી રીતે  તેની સ્ટેપ બાય સ્ટેપસ માહિતી મેળવીશું.

➤સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in)  તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ.

➤AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.

➤તમારો મોબાઈલ નંબર દાખલ કરો.

➤વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો.  જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.

➤કેપ્ચા કોડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.

➤મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.

➤Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.

➤ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.

➤તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.

➤ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.

➤હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.

➤જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.

➤નોંધ:- A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.

➤પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.

➤નોંધ:- A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.

➤ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.

➤Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.

➤ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.

➤ડીજીટલ ગામ નમૂના નંબર માં સામેલ QR Code ની નીચે યુનિક નંબર https://anyror.gujarat.gov.in/rorverify.aspx પર દાખલ કરીને પણ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને ચકાસણી કરી શકાશે.