અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

આ જગ્યા ને કહેવાય છે ગુજરાત નું સ્વિટ્ઝરલેન્ડ | ચોમાસા માં એકવાર અચૂક મુલાકાત લેવા જેવી જગ્યા

આ જગ્યા ને લોકો ગુજરાત નું સ્વિટ્ઝરલેન્ડ કહે છે. અહીંયા ઉનાળા ની ભીષણ ગરમી માં પણ તાપમાન 30 ડિગ્રી આપસાસ જ રહે છે. અહીં ના સનસેટ અને સન રાઈઝ પોઇન્ટ જોવા ની ખૂબ જ મજા આવે છે. ગુજરાત નું આ હિલ સ્ટેશન લોકો માટે હંમેશા ફેવરિટ રહ્યું છે. બાજુ માં જ આવેલો 300 મીટર થી નીચે પડતો ધોધ નયનરમ્ય છે. જગ્યાનું નામ જાણવા ખૂબ જ ઉત્સુક છો ને?




અહી વાત આબુ કે દીવ દમણ ની નહિ પણ સાપુતારા ની થઈ રહી છે. સાપુતારા મહારાષ્ટ્ર ની બોર્ડર પર આવેલું છે. ગુજરાત ના ડાંગ જિલ્લા ના આહવા તાલુકા માં 1000 મીટર ઊંચાઇ પર સાપુતારા આવેલું છે. સરકાર આ ગુજરાત ના સ્વિટ્ઝરલેન્ડ ને વિકસાવવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. અહીંયા રહેવા જમવા માટે અનેક હોટલો આવેલી છે.




જયાં એકવખત પગ મૂકો અને રહેવાનું જ મન થઇ જાય એવું ગુજરાત નું સ્વિટ્ઝરલેન્ડ એટલે કે સાપુતારા અમદાવાદથી ૪૨૦ કિ.મી., ભાવનગરથી ૫૮૯ કિ.મી., રાજકોટથી ૬૦૩ કિ.મી., સુરતથી ૧૭૨ કિ.મી., વઘઇથી ૪૯ કિ.મી., બીલીમોરાથી ૧૧૦ કિ.મી., નાસિકથી ૮૦ કિ.મી., મુંબઇથી ૧૮૫ કિ.મી.ના અંતરે આવેલું છે.

સાપુતારા માં જોવાલાયક સ્થળો

સાપુતારા માં સાપુતારા તળાવ, બગીચા, સનસેટ, સનરાઈઝ પોઇન્ટ, ઋતુંભરા વિદ્યાલય વગેરે જોવાલાયક સ્થળો છે. અહીં સાપુતારા સંગ્રહાલય પણ આવેલું છે જ્યાં આદિવાસી વસ્તી ના લગભગ 420 અલગ અલગ પ્રદર્શનો છે.

સાપુતારા ની આસપાસ પણ અનેક જોવાલાયક સ્થળો છે.

સાપુતારા થી 49 કિમી દૂર વનસ્પતિ ઉદ્યાન આવેલું છે. ભારતભરમાંથી ઉગડેલી ૧૪૦૦ છોડની જાતો સાથે ૨૪ હેક્ટરમાં બગીચો આવેલો છે.

સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર ગીરા ધોધ આવેલો છે. આ ધોધ નું પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩૦૦ ફૂટ જેટલે ઉંચેથી, બિલકુલ સીધો જ નીચે પડે છે. ચોમાસામાં ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એટલે એને ‘ગુજરાતનો નાયગ્રા’ કહેવાય છે.




સપ્તશૃંગી ગઢ સાપુતારા થી 50 કિમી ના અંતરે આવેલ છે. અહીંયા આવેલા મંદિર પર પહોંચવા 510 પગથિયાં ચડવા પડે છે. અનેક લોકો દરરોજ અહીંયા દર્શન કરવા આવે છે. આ જગ્યા મહારાષ્ટ્ર માં આવેલી છે.

સાપુતારા ના સ્થાનિક લોકો આદિવાસીઓ છે. જે પોતાનું રહેઠાણ ખાલી કરી ને નવાનગર ખાતે રહેવા ગયેલા છે. અહીંના લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી તેમજ પશુપાલન છે.