અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

સફેદ વાળને મૂળમાંથી જ કાળા કરી દેશે હળદર, જાણો ઉપયોગ કરવાની સાચી રીત

White Hair Care: શું તમે જાણો છો કે હળદર તમારી ત્વચાની સાથે વાળને પણ સ્વસ્થ અને કાળા કરવામાં મદદ કરી શકે છે ? જી હાં હળદરનો ઉપયોગ કરી તમે સફેદ વાળને કાળા કરી શકો છો. તેના માટે તમે ઘરે જ હળદરનો હેર સ્પ્રે બનાવી શકો છો. જો તમે સફેદ વાળને મૂળમાંથી કાળા કરવા માંગો છો તો હળદરનો હેર સ્પ્રે તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.
White Hair Care: હળદર ઔષધીય ગુણોથી ભરપૂર મસાલો છે. તેનો ઉપયોગ રોજ રસોઈમાં થાય છે. વર્ષોથી હળદરનો ઉપયોગ સૌંદર્ય નિખારવામાં પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હળદર તમારી ત્વચાની સાથે વાળને પણ સ્વસ્થ અને કાળા કરવામાં મદદ કરી શકે છે ? જી હાં હળદરનો ઉપયોગ કરી તમે સફેદ વાળને કાળા કરી શકો છો. તેના માટે તમે ઘરે જ હળદરનો હેર સ્પ્રે બનાવી શકો છો. જો તમે સફેદ વાળને મૂળમાંથી કાળા કરવા માંગો છો તો હળદરનો હેર સ્પ્રે તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. વાળ માટે પણ હળદર એક ટોનિકની જેમ કામ કરે છે. તેનાથી વાળને પોષણ મળે છે અને વાળ કાળા થાય છે. 

ઘરે બનાવો હળદરનો સ્પ્રે

  • એક કપ પાણી
  • એક ચમચી હળદર પાવડર
  • એલોવેરા જેલ
  • 1 સ્પ્રે બોટલ

કેવી રીતે બનાવવો હળદરનો સ્પ્રે ?

સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં 1 ચમચી હળદર પાવડર અને 1 કપ પાણી ઉમેરો. તેમાં થોડું એલોવેરા જેલ ઉમેરો અને તેને મિક્સ કરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લો અને પછી વાળ પર તેનો ઉપયોગ કરો. આ સ્પ્રે વાળમાં મૂળથી લઈ વાળની લંબાઈ સુધી સારી રીતે લગાવો. ત્યારબાદ વાળમાં હળવા હાથે મસાજ કરો. એક કલાક સુધી વાળમાં તેને રહેવા દો અને પછી વાળને બરાબર ધોઈ લો.

Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ.