ચંદ્રયાન -૩ તથ્યો અને આંકડા
- ✅નામ : ચંદ્રયાન -૩
- ✅લક્ષ્ય : ચંદ્ર
- ✅લોન્ચિંગ : સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટા
- ✅લોન્ચ વ્હીકલ : GSLV-MKIII
- ✅મિશનના સાધનો 1) પ્રોપલ્શન મોડ્યુલ2) લેન્ડર 3) રોવર
- ✅મિશનનો સમયગાળો : 1 ચંદ્ર દિવસ એટલે કે 14 પૃથ્વીના દિવસો
- ✅વજન : 3900 કિલો
- ✅લેન્ડિંગ સ્થળ : ચંદ્રનો દક્ષિણી ધ્રુવ
ચંદ્રયાન 3 નું લાઈવ ટેલીકાસ્ટ
ચંદા મામા દૂર કે,..બાળપણથી આપણે ચાંદા મામાની વારતાં, ગીત સાંભળતાં આવ્યા છીએ, એ ચાંદામામા જે આકાશમાં આપણી સૌથી નજીકનો ગ્રહ છે. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટીએ ચાંદામામાં અનેક રહસ્યો છૂપાયેલા છે. આ ચાંદામામાને સર કરવા માટે આપણા ઇસરોનું સૌથી મોટું મિશન ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ભારત માટે આ ચંદ્રયાન મિશન કેમ આટલું મહત્વનું છે, આ મિશન સફળ થતાં વિજ્ઞાનિકોને શું જાણકારી મળશે, અગાઉ એક મિશન કેમ નિષ્ફળ રહ્યું હતું. આ તમામ વાતનો જવાબ તમને આ આર્ટિકલમાં મળી જશે.
Chandrayaan 3 launch Live
આપણી સ્પેસ એજન્સી ઇસરો ચંદ્ર પર યાન ઉતારવાની યાત્રા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3ને લોન્ચ કરશે. આ માત્ર ઇસરોનું જ મિશન નથી, પરંતુ કરોડો ભારતવાસીઓની ભાવના જોડાયેલી છે તેવું મિશન છે. એક સપનું છે, જેને પુરુ થવા માટે દરેક ભારત વાસી વર્ષોથી રાહ જુએ છે. માત્ર ભારતવાસી જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની નજર આ ચંદ્રયાન-3 પર છે. આવું એટલા માટે કારણ કે જુલાઇ 2019માં મોકલવામાં આવેલું મિશન ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ ધ્વસ્ત થઇ ગયું અને મિશન ફેલ થઇ ગયું. જો કે આ નિષ્ફળ મિશનમાંથી કંઇક શીખીને ઇસરો આ વખતે સફળતાનો તિરંગો લહેરાવવા માટે તૈયાર છે.
ચંદ્રયાન 3 વિષે ટૂંકમાં માહિતી
ચંદ્રના બે ભાગ છે, જેમાં એક ભાગ પર હંમેશા પ્રકાશ રહે છે, જ્યારે એક ભાગ એવો છે જ્યાં સતત અંધારું રહે છે. ઇસરોનું આ મિશન અંધારાવાળી જગ્યા પર સંશોધન કરવાનું મિશન છે, આવું કરનારો ભાર એક માત્ર દેશ બનશે. ઇસરોનું ચંદ્રયાન-3નું લેન્ડર મિશન ચંદ્રયાન-2ની ક્રેશ સાઇટથી 100 કિમી દૂર ઉતરશે, ચંદ્રના આ ભાગમાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે, જેથી આ જગ્યા પર તાપમાન માયનસ 180 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ જગ્યા પર પાણી મળવાની શક્યતાઓ વધી જાય છે.
આ વખતના મિશનમાં શું ખાસ છે ?
ઇસરોએ ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ તેમાંથી ઘણું શીખીને ચંદ્રયાન-3 તૈયાર કર્યું છે. આ વખતે ચંદ્રયાન-3માં ઓર્બિટર નહીં હોય કારણ કે ચંદ્રયાન-2નું ઓર્બિટર હજુ પણ ચંદ્રની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે. આ વખતે ઓર્બિટરની જગ્યાએ પ્રોપલ્શન મોડ્યુલ લગાવવામાં આવ્યું છે. જે ચંદ્રયાન-3ના લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ દરમિયાન નેવિગેશનમાં મદદ કરશે. ચંદ્રયાન-3 મિશનમાં મોડ્યુલના ત્રણ ભાગ છે.
- પ્રોપલ્શન મોડ્યુલ (ISS Propulsion Module) – જે સ્પેસશિપને ઉડાળવાનો ભાગ હોય છે.
- લેન્ડર મોડ્યુલ Lander module (LM)– જે સ્પેસશિપને ચંદ્ર પર ઉતરાવાનો ભાગ છે.
- રોવર (Rover)– આ ચંદ્રનો ડેટા ભેગો કરવાનો ભાગ છે.
આ વખતના ચંદ્રયાન-3 મિશનમાં વધુ સેન્સર, સોફ્ટવેરમાં બદલાવ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-3 પોતાની સાથે પ્રોપલ્શન મોડ્યુલ જેનું વજન 2 હજાર 148 કિલોગ્રામ છે. વિક્રમ લેન્ડર, જેનું વજન 1 હજાર 726 કિલોગ્રામ છે અને 26 કિલોનું રોવર પણ સાથે લઇ જશે. લેન્ડરની સાથે 4 પેલોડ પણ મોકલવામાં આવશે. તો છેલ્લે તમને જણાવી દઇએ કે ચંદ્રયાન-3ને લોન્ચ કરવા માટે LVM-3ની મદદ લેવામાં આવશે. ઇસરોનું આ એવું રોકેટ લોન્ચર છે જેમાં દરેક લોન્ચ સફળ રહ્યાં છે. LVM-3 ચંદ્રયાનના ઇન્ટ્રીગ્રેટેડ મોડ્યુલને પૃથ્વીની કક્ષા 170 કિમી x 36, 500 કિમી આકારના પાર્કિંગ ઓર્બિટમાં સ્થાપિત કરશે, ત્યારબાદ ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળીને ચંદ્ર તરફ આગળ વધશે. એટલે સરળ ભાષામાં કહીએ તો ચંદ્રયાન ચાંદ તરફ સીધું જ નહીં પરંતુ વિવિધ સ્ટેજમાં ચંદ્ર તરફ આગળ વધશે.
લાઈવ જોવા માટે અહી ક્લિક કરો..
Chandrayaan 3 વિશે જાણવા જેવુ !
Chandrayaan-3 મિશન એ ચંદ્રયાન-2 મિશનનું પછીનુ મિશન છે જે વર્ષ 2019 માં ચાલ્યું હતું. જેમાં લેન્ડર અને રોવરનું સોફ્ટ લેન્ડિંગ સપાટી પર ચાલતું જોવા મળી શકસે