Lalbagh Ka Raja Darshan Live 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Lalbagh Ka Raja Darshan Live 2023 : વાત કરીયે લાલબાગ કા રાજા ની તો આ મંડળ છેલ્લા 90 વર્ષથી ગણપતિની સ્થાપના કરે છે અને આ એટલા પ્રખ્યાત છે મોટી મોટી સેલિબ્રિટી કે મોટા મોટા ઉદ્યોગપતિ દર વર્ષે એકવાર જરૂર અહીંયા દર્શન કરવા જતા હોઈ છે.




Lalbagh Ka Raja ફર્સ્ટ લૂક 2023: આ રહી 'ગોડ ઓફ વોઝ' લાલબાગ ચા રાજાની પ્રથમ ઝલક

ગણેશ ચતુર્થી 2023: જ્યાં સુધી ભક્તોને લાલબાગ ચા રાજાના દર્શન ન મળે ત્યાં સુધી ગણેશ ઉત્સવની મજા શરૂ થતી નથી. ખરેખર, ગણેશ ચતુર્થીના ચાર દિવસ પહેલા જ લોકોને લાલબાગચા રાજાની ઝલક જોવા મળે છે.

એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી લાલબાગના દર્શન કરે છે તેની મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તોની ભારે ભીડ તેમના દર્શન માટે આવે છે.

ભક્તો આખા વર્ષ દરમિયાન આ પવિત્ર તહેવારની રાહ જોતા હોય છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર, મંગળવારે છે અને તેની સાથે જ દસ દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે. 28મી સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી સાથે તેનું સમાપન થશે.

Lalbagh Ka Raja Darshan 2023

આ વર્ષે લાલ બાગ કા રાજાની પહેલી ઝલક 15 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ જોવા મળશે. સાંજે 7 વાગ્યાથી ભક્તો તેમના લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા દર્શન કરી શકશે. છેલ્લા 90 વર્ષથી લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા આ જ જોશ અને ઉત્સાહ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એટલું જ નહીં દેશની સૌથી લાંબી વિસર્જન યાત્રા લાલ બાગ રાજાની છે.

તમે આ લિંક પર Lalbagh Ka Raja ના Live દર્શન કરી શકો છો : View Here

મુંબઈના પરેલ વિસ્તારના લાલબાગમાં સ્થિત છે. દસ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવ માટે દરરોજ લાખો ભક્તો એકઠા થાય છે, જેમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈને રાજકારણીઓ પણ ભાગ લે છે. દર વર્ષે લાલબાગના રાજાના દર્શન કરવા માટે અનેક કિલોમીટર લાંબી કતાર લાગે છે. હાલમાં તમે આ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા બાપ્પાના દર્શન કરી શકો છો.