GSRTC Divisions Name: ST બસ માં સોમનાથ, સાબર, અમુલ આવા શબ્દો કેમ લખેલા હોય છે? જાણવા જેવી માહિતી

 GSRTC Divisions Name: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ગુજરાતમાં ચાલતી બસોની મેનેજમેન્ટ કરે છે આ જીએસઆરટીસી નું પૂરું નામ ‘Gujarat State Road Transport Corporation’ છે. આ રાજયની માલિકીનું છે. GSRTC નું મુખ્ય મથક ગાંધીનગર ખાતે આવેલું છે. તેની પાસે 10000 કરતાં પણ વધારે બસો છે. પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે GSRTC Divisions Name બસની ઉપર સોમનાથ, અમુલ, સાબર આવા શબ્દો કેમ લખેલા હોય છે? તો ચાલો જાણીએ તેમના વિશે વિસ્તારથી.



GSRTC Divisions Name

ગુજરાત ST રાજયમા દરરોજ લોકલ, એક્સપ્રેસ અને લક્ઝરી બસ સેવાઓ પૂરી પાડે છે તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ માટે તથા વિકલાંગ લોકો માટે આ એસ.ટી, દ્વારા ખાસ બસ સુવિધા પૂરી પાડે છે. આ એસ.ટી, બસની જાળવણી માટે ઘણા બધા ડેપો આવેલા છે. આ GSRTC ઓનલાઈન ટિકિટ, સીટોનું એડવાન્સ બુકિંગ અને રિઝર્વેશન ની સુવિધાઓ પણ ઓનલાઇન ઉપલબ્ધ છે. તેમજ તેમની એપ્લિકેશન ઉપર પણ આ બધી સુવિધા રાખવામા આવી છે.

લક્ઝરી બસોની પણ સુવિધાઓ

GSRTC સારી લક્ઝરી બસો ની સુવિધા પણ આપે છે જેમાં વધારાની સુવિધાઓ જેમ કે રિક્લાઈનિંગ સીટ, ફૂટરેસ્ટ અને ઓનબોર્ડ એન્ટરટેઈનમેન્ટ જેવી સુવિધાઓ સામેલ હોય છે. ટ્રાવેલિંગ કરતાં લોકોને સલામતી અને આરામ સુનિશ્ચિત કરવા માટે તેની બસોનુ નિયમિત મેઇન્ટેનન્સ કરવામાં આવતુ રહે છે. GSRTC Divisions Name પાસે તેમની બસોની જાળવણી અને સમારકામની કામ કરવા માટે રાજ્યભરમાં ડેપો અને વર્કશોપનું ખૂબ જ વિશાળ નેટવર્ક છે.


ST બસ માં સોમનાથ, સાબર, અમુલ આવા શબ્દો કેમ લખેલા હોય છે?

આપણે જોઇએ છીએ કે એસ.ટી, ની દરેક બસ ઉપર સોમનાથ, દ્વારકા, બનાસ, પાવાગઢ આવા કોઇ નામ લખેલ હોય છે. આપણે ઘણી વખત આ નામ નો અર્થ શોધતા હોઇએ છીએ. ચાલો જાણીએ આ બધા નામ નો અર્થ શું થાય ?


આ બસોમાં ઉપર આપેલા નામ તેમના વિસ્તાર (GSRTC Divisions Name) મુજબ આપવામાં આવે છે જે આપણે નીચે પ્રમાણે જોઈએ.


  • આશ્રમ: અમદાવાદ વિભાગની એસ.ટી. બસ ની ઉપર “આશ્રમ” નામ લખેલું જોવા મળે છે.
  • સાબર: હિમ્મતનગરની એસ.ટી. બસ ની ઉપરર “સાબર” નામ લખેલું જોવા મળે છે.
  • દ્વારકા: જામનગર વિભાગની એસ.ટી. બસ ની ઉપર “દ્વારકા” નામ લખેલું જોવા મળે છે.
  • ગિર: અમરેલી વિભાગની એસ.ટી. બસ ની ઉપર “ગિર” નામ લખેલું જોવા મળે છે.
  • નર્મદા: ભરુચ વિભાગની એસ.ટી. બસ ની ઉપર “નર્મદા” નામ લખેલું જોવા મળે છે.
  • શેત્રુંજય: ભાવનગર વિભાગની એસ.ટી. બસ ની ઉપર “શેત્રુંજય” નામ લખેલું જોવા મળે છે.
  • કચ્છ: ભૂજ વિભાગની એસ.ટી. બસ ની ઉપર “કચ્છ” નામ લખેલું જોવા મળે છે.
  • પાવાગઢ: ગોધરા વિભાગની એસ.ટી. બસ ની ઉપર “પાવાગઢ” નામ લખેલું જોવા મળે છે.
  • બનાસ: પાલનપૂર વિભાગની એસ.ટી. બસ ની ઉપર “બનાસ” નામ લખેલું જોવા મળે છે.
  • સૌરાષ્ટ્ર: રાજકોટ વિભાગની એસ.ટી. બસ ની ઉપર “સૌરાષ્ટ્ર” નામ લખેલું જોવા મળે છે.
  • સોમનાથ: જુનાગઢ વિભાગની એસ.ટી. બસ ની ઉપર “સોમનાથ” નામ લખેલું જોવા મળે છે.
  • મોઢેરા: મહેસાણા વિભાગની એસ.ટી. બસ ની ઉપર “મોઢેરા” નામ લખેલું જોવા મળે છે.
  • અમુલ: નડિયાદ વિભાગની એસ.ટી. બસ ની ઉપર “અમુલ” નામ લખેલું જોવા મળે છે.
  • સૂર્યનગરી: સુરત વિભાગની એસ.ટી. બસ ની ઉપર “સૂર્યનગરી” નામ લખેલું જોવા મળે છે.
  • વિશ્વામિત્રી: વડોદરા વિભાગની એસ.ટી. બસ ની ઉપર “વિશ્વામિત્રી” નામ લખેલું જોવા મળે છે.
  • દમણ ગંગા: વલસાડ વિભાગની એસ.ટી. બસ ની ઉપર “દમણ ગંગા” નામ લખેલું જોવા મળે છે.

આવી રીતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ના વિભાગ છે, GSRTC Divisions Name જેમાં બસ કયા વિભાગની છે તેના પર બસની આગળ કાચ ઉપર નામ લખેલું હોય છે. ગુજરાત એસ.ટી. ની લકઝરી, વોલોવો, સ્લીપર જેવી લાંબા રૂટની બસો ખૂબ જ સારી સુવિધા પુરી પાડે છે. ઉપરાંત ઓનલાઇન બુકીંગ, બસ ટ્રેકીંગ જેવી સુવિધાઓ પણ પુરી પાડે છે.


GSRTC સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

GSRTC નું હેડ ક્વાર્ટર ક્યા આવેલુ છે?

6J8V+CF5, સેક્ટર 11, ગાંધીનગર, ગુજરાત 382010