4 જૂન 2024ના દિવસે મતગણતરી બાદ ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓની કિસ્મત પરથી પડદો ઉઠશે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં સંપન્ન થઈ છે. આ વખતે લોકસભાની ચૂંટણીની સાથેસાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની પણ સામાન્ય અને પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જે પૈકી અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી રવિવારે 2 જૂનના રોજ પૂર્ણ થવા પામી હતી.
કયા તબક્કામાં કેટલું થયું મતદાન?
ચૂંટણીપંચ અનુસાર પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા અને ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી સૌથી વધારે 69.16 ટકા રહી હતી. પાંચમાં તબક્કામાં 62.20 ટકા અને છઠ્ઠા તબક્કામાં 63.36 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત સાતમાં તબક્કાનું 63.88 ટકા મતદાન થયું હતું.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
4 જૂન 2024ના દિવસે મતગણતરી બાદ ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓની કિસ્મત પરથી પડદો ઉઠશે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં સંપન્ન થઈ છે. આ વખતે લોકસભાની ચૂંટણીની સાથેસાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની પણ સામાન્ય અને પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જે પૈકી અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી રવિવારે 2 જૂનના રોજ પૂર્ણ થવા પામી હતી.
Official website પર પરિણામ જુઓ અહીંથી
મતગણતરીનું પરિણામ અને ચૂંટણી પંચની વેબસાઈટ https://results.eci.gov.in/ અને સાથે જ હેલ્પલાઈન એપ iOS અને Android મોબાઈલ એપ બંને પર ઉપલબ્ધ થઈ રહેશે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સંબંધિત કવરેજ સવારે 6 વાગ્યાથી શરૂ થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થયા બાદ થોડી જ વારમાં ટ્રેન્ડ આવવા લાગશે અને થોડા સમય બાદ પરિણામ પણ આવી જશે