Khedut Smartphone Sahay Yojana: ખેડૂતોને હવે મોબાઈલની ખરીદી પર મળશે સહાય, વાંચો સંપૂર્ણ માહિતી

 Gujarat Mobile Sahay Yojana: જો તમે એક ખેડૂત છો અને તમે મોબાઈલ ખરીદીવાનું વિચારી રહ્યા છો તો આ યોજના વિશે જાણકારી જરૂરથી મેળવો. રાજ્ય સરકારની ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના.


કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાઓનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે તે માટે ટેકનોલોજીના ઉપયોગ થકી ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ-જીવાત નિયંત્રણની તકનીકી, ખેતીવાડી ખાતાની સહાય યોજનાની માહિતી મેળવવા સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવતો હોઈ રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોનની ખરીદી ઉપર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે

ઉદાહરણ તરીકે કોઈ ખેડૂત રૂપિયા 8,000 ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના 40% મુજબના 3200 રૂપિયા અથવા 6000 બે માંથી જે ઓછું હોય તે એટલે કે રૂપિયા 3200 સહાય મળવાપાત્ર થાય અને જો કોઈ ખેડૂત રૂપિયા 16,000 ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના 40% લેખે 6400 અથવા 6000 રૂપિયા બે માંથી જે ઓછું હોય તે એટલે કે રૂપિયા 6000 સહાય મળવાપાત્ર થાય.

આ યોજના હેઠળ આજીવન એક વખત જ સહાય મળવાપાત્ર રહેશે. આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ દિવાઇઝ, ઇયરફોન, ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થઈ શકશે નહીં.

મોબાઈલ સહાય યોજના માટે લભાર્થીની પાત્રતા

આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના 8-અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર રહેશે.

લાભાર્થીએ અરજી કરવાની પદ્ધતિ

I-Khedut પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે અને અરજી પ્રિન્ટઆઉટ મેળવી, અરજદાર ખેડૂતે પોતાની પાસે જ રાખવાની રહેશે.

મોબાઈલ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિન્ટઆઉટ સાથે નીચે મુજબના સાધણિક પુરાવા ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાના રહેશે.

  • અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • 8-અ ની નકલ
  • બેંક પાસબુકની નકલ અથવા રદ્દ કરેલ ચેક
  • દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ (લાગુ પડતું હોય તો)
  • આધારકાર્ડની નકલ
  • સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
  • મોબાઈલનો IEMI નંબર
સ્માર્ટફોન સહાય યોજનાનો ઠરાવ વાંચો

ખેડૂત પોર્ટલ ઉપર જાઓ