વોડાફોન આઈડિયાએ તેના 365 દિવસના વાર્ષિક પ્લાનની કિંમત વધારીને 3499 રૂપિયા કરી દીધી છે, જે અત્યાર સુધી 2,899 રૂપિયા હતી. ડેટા એડ-ઓન પેકમાં કંપનીએ 1 જીબી ડેટાની કિંમત 19 રૂપિયાથી વધારીને 22 રૂપિયા કરી દીધી છે, જ્યારે 6 જીબી ડેટાની કિંમત 39 રૂપિયાથી વધારીને 48 રૂપિયા કરી દીધી છે.
કંપનીએ 84 દિવસના સમયગાળા સાથે 1.5 GB પ્રતિ દિવસના પ્લાનની કિંમત વધારીને 859 રૂપિયા કરી છે, જે અત્યાર સુધી 719 રૂપિયા હતી. આ જ સમયગાળા માટે, 2 જીબી પ્રતિ દિવસના પ્લાનની કિંમત 839 રૂપિયાથી વધારીને 979 રૂપિયા કરવામાં આવી છે.
જીઓ ના નવા પ્લાન 3 જુલાઈ 2024 થી લાગુ
VI ના નવા પ્લાન 4 જુલાઈ 2024 થી લાગુ
અગાઉ તમામ ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બર 2021માં પોતાના ટેરિફમાં 20%થી વધુનો વધારો કર્યો હતો. એ જ સમયે જિયોએ 2016માં લોન્ચ થયા પછી 2019માં પ્રથમ વખત ટેરિફમાં વધારો કર્યો હતો. જિયોએ 2019માં ટેરિફમાં 20-40 ટકાનો વધારો કર્યો હતો.