બે રાજ્યોની સાથે કેટલીક બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઈ હતી.
જેમાં ગુજરાતમાં વાવ બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. વાવ વિધાનસભા બેઠક રાજકીય પક્ષો માટે જાણે કે વટનો સવાલ બની હોય તેવું ચિત્ર ઉભું થયું હતું.ભાજપ, કોંગ્રેસ કે પછી અપક્ષ દરેકનો ગાઈ વગાડીને એવો જ દાવો કર્યો હતો કે, તમામ સમાજ અમારી સાથે છે અને અમે આ બેઠક જીતી રહ્યા છીએ. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આમ જુઓ તો સ્વભાવિક પ્રક્રિયા છે. ગુજરાત વિધાનસભામાં ભાજપે રેકોર્ડતોડ બેઠક મેળવી છે અને કોંગ્રેસે રેકોર્ડતોડ બેઠક ગુમાવી છે. આંકડાઓની દ્રષ્ટિએ જોઈએ તો એક બેઠકની વધઘટથી બહુ ઝાઝો ફેર પડવાનો નથી, તેમ છતા વાવ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો સોગઠાં ગોઠવ્યા હતા. ત્યારે આજે 10 ઉમેદવારો ભાવી EVMમાંથી ખુલી રહ્યું છે. જુઓ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પરિણામ...
વાવ વિધાનસભામાં ‘ત્રિપાંખિયો જંગ’
ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. આ સાથે ઝારખંડમાં પણ વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.