Gujarat Farmer Registry: વર્તમાનમાં કેન્દ્ર સરકાર દ્વારા રજીસ્ટ્રેશન પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતો માટે Farmer Registry પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા દેશના બધા જ ખેડૂતોને 11 આંકડાનો એક યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે. અને આ યુનિક ફાર્મર આઈડી કિસાન ભાઇ બહેન લોકોને મહત્વનો લાભદાયક ઉપયોગી થશે.
Gujarat Farmer Registry: તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા દેશના તમામ ખેડૂત ને આ યુનિક ફાર્મર આઈડી ના આધારે જ દેશના બધા જ ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળશે. આ યુનિક ફાર્મર આઈડી ના આધારે જ ટેકાના ભાવે પાક વેચાણ ની કામગીરી થઈ શકશે .અને આ યુનિક આઈડી ના આધારે જ પાક ધિરાણ સહિત બધી જ કામગીરી સરળતાથી પૂર્ણ થશે . તે ખેડૂતો સરળતાથી બધી જ વિવિધ યોજનાઓનો લાભ પણ લઈ શકશે.
Gujarat Farmer Registry પ્રોજેક્ટ શું છે?
Gujarat Farmer Registry : ગુજરાત ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોસેસ એ ખેડૂતોને લગતી વિગતવાર માહિતી ને એક જ જગ્યાએ ભેગી થાય અને આ પ્રોજેક્ટના દ્વારા કેન્દ્ર સરકાર ખેડૂતો ને લગતી તમામ વિવિધ યોજનાઓ વિશે નિષ્પક્ષ યોગ્ય નિર્ણય લઈ શકે એ હેતુ થી કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ લોન્ચ થવાથી ઘણા ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી પૂર્વક મળી રહેશે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના જે બધા જ ખેડૂતો છે તેમના આધાર કાર્ડ સાથે એમના જમીનના દસ્તાવેજ ની માહિતી જોડવામાં આવી રહી છે એટલે કે સીંક્રોનાઇઝ કરવામાં આવી રહી છે.
આમ આ બધી જ ગુજરાત ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોસેસ ગામ પંચાયત અને ગામડાના કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ થઈ શકે છે. ખેડૂતો ચાહે તો પોતે પણ ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોસેસ પોતાના મોબાઈલ ફોન તેમજ કોમ્પ્યુટર અથવા તો લેપટોપ દ્વારા ખેડૂતો પોતાની યુનિક આઈડી બનાવી શકે છે. આના દ્વારા બધા જ ખેડૂતને 11 આંકડાનો એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે, અને તે એક રીતે ખેડૂતોને ઓળખ આઈડી સાબિત થશે.
Gujarat Farmer Registry પ્રોજેક્ટ ના ફાયદા
આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને એક યુનિક 11 આંકડાનો આઈએન્ટિફિકેશન નંબર આપવામાં આવશે. આ યુનિક આઈડી ખેડૂતોની ઓળખ આઈડી તરીકે સાબિત થવાની છે. ખેડૂતોએ કોઈપણ યોજનાનો લાભ લેવો માટે આધાર કાર્ડ, તેમજ જમીનના દસ્તાવેજો અને બેંક ના ડોક્યુમેન્ટ ની માહિતી અલગથી આપવાની રેહસે નહિ. પરંતુ 11 આંકડા ના યુનિક આઈડી દ્વારા ખેડૂતની બધી જ માહિતી વહીવટી તંત્રને સરળતાથી મળી શકે છે. ખેડૂતો કોઈપણ વિવિધ યોજનાનો લાભ લેવા માટેની પ્રોસેસ પ્રક્રિયા સહેલી અને બિન ખર્ચાળ બનશે.
આ યોજનાનો અગત્યનો ઉદ્દેશ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતો આ પ્રક્રિયા 25 નવેમ્બર 2024 સુધી સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાની છે કારણ કે ડિસેમ્બર મહિનામાં મળતા પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થવાનો છે જો આ રજીસ્ટ્રેશન પૂર્ણ થાય તો ખેડૂતો આનો લાભ લઈ શકશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતનું સ્થળ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ ની માહિતી , બેંકની માહિતી અને જમીનની માહિતી તથા ખેડૂત ને બીજી નવી કઈ કઈ યોજનાઓનો લાભ મળવા પાત્ર છે અને કઈ કઈ યોજનાઓનો લાભ લીધો છે તે તમામ માહિતી એક જ ઓળખ પત્ર દ્વારા સરકારના વહીવટ તંત્ર સુધી સરળતાથી પહોંચી શકે એ માટે આ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જો આ રજીસ્ટ્રેશન નહીં કરાવે તો તે ભવિષ્યમાં બહાર જાહેર પડેલી કોઈ પણ યોજનાનો લાભ લઈ શકશે નહીં.
હાલ માં આ સંપૂર્ણ કામગીરી ચાલી રહી છે. જે ખેડૂતોને ખૂબ મદદરૂપ થશે અને પીએમ કિસાન નો લાભ મળશે. ખેડૂતો એ આ સંપૂર્ણ કામગીરી 25 નવેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન નો લાભ નથી મળતો તે કિસાન ભાઈઓ એ 31 માર્ચ 2025 સુધી કામગીરી પુરી કરવાની રહેશે.
Gujarat Farmer Registry કરવાની રીત
- ફાર્મર રજીસ્ટ્રેશન ખેડૂત મિત્રો પોતાના ગામના ગ્રામ પંચાયત માં અથવા તો કોમ્પ્યુટર ઓપરેટર અને CSC સેન્ટર પાસે જઈને પોતાનું ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
- ખેડૂત મિત્રો પોતાના ઈચ્છા મુજબ સ્માર્ટ ફોન અથવા લેપટોપ અથવા કોમ્પ્યુટર દ્વારા ફાર્મર રજીસ્ટ્રેશન માત્ર ટૂંક સમયમાં સરળ પ્રક્રિયા દ્વારા કરી શકે છે.
પ્રક્રિયા:
- ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂત મિત્રો ના આધાર કાર્ડ તેમના મોબાઈલ નંબર સાથે લિંક હોવો જોઈએ
- ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પહેલા google માં જાવ ત્યારબાદ સચ બટન પર ગુજરાત ફાર્મર રજીસ્ટ્રેશન લખી સર્ચ કરો.
- ત્યાર પછી એક website જોવા મળશે આ વેબસાઈટ Agri Stack વેબસાઈટ પર ક્લિક કરતા નવું પેજ ઓપન થશે.
- જેમાં તમને બે ઓપ્શન જોવા મળશે ઓફિસિયલ અને ફાર્મર આ બે ઓપ્શન માંથી કોઈ એક ઓપ્શન ફાર્મર પર ક્લિક કરો.
- ત્યાર પછી તમને એક ક્રિએટ ન્યુ એકાઉન્ટ જેવું ઓપ્શન જોવા મળશે ત્યાં ક્લિક કરો.
- હવે પછી ઓપન થયેલા પેજ માં માંગ્યા મુજબ માહિતી જેમ કે આધાર કાર્ડ નંબર માંગ્યો હોય તો આધાર કાર્ડ નંબર નાખો ત્યાર પછી સબમીટ બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ આધાર કાર્ડ માં જે મોબાઈલ નંબર લીંક હશે તે મોબાઈલ ઉપર એક ચાર આંકડાનો ઓટીપી જોવા મળશે. આ ઓટીપી ને દાખલ કર્યા બાદ વેરિફિકેશન પર ક્લિક કરો. ખુલેલા પેજ ને સ્ક્રોલ કરો અને ફોન નંબર એન્ટર કરો મોબાઈલ નંબર એન્ટર કરતા ફરીથી ઓટીપી આવશે તે દાખલ કરી વેરીફાઈ કરો.
- હવે તમને અહીં એક પાસવર્ડ નાખવા કહેશે . આ પાસવર્ડ સેટ કરો. પાસવર્ડ બનાવતી વખતે એ ધ્યાન રાખવું કે પાસવર્ડ ના અક્ષર સ્મોલ લેટર, બિગ લેટર, નંબર અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવું ખૂબ જરૂરી છે.
- પાસવર્ડ સેટ થઈ ગયા બાદ આમ હવે તમારું એકાઉન્ટ સક્સેસ ફૂલી સરળતાથી ક્રિએટ થઈ ગયું છે હવે હોમ પેજ પર આવી જાવ.
- હવે તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે તે નંબર ફરીથી નાખો અને જે પાસવર્ડ સેટ કર્યો છે તે એન્ટર કરો.
- ત્યાર પછી તમને એક કોડ જેવું દેખાશે આ
- કેપચા કોડ દાખલ કરો ત્યારબાદ લોગીન કરો. આમ હવે તમારા આધારકાર્ડ સાથે ની માહિતી તમને પેજ પર ખુલ્લી જોવા મળશે.
- હવે તેમાં તમારી જમીનની માહિતી નાખવાની રહેશે. આ માહિતી નાખવા માટે નીચે એક ઓપ્શન જોવા મળશે એમાંથી અમને તમારા વ્યવસાય વિશે પૂછવામાં આવશે. અહીં તમારે વ્યવસાય એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું રહેશે.
- ત્યાર પછી ઉપર જતા ત્યાં તમારું નામ અને તમારા પિતા નું નામ દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ તમારા વડીલ નું નામ ગુજરાતી તેમજ અંગ્રેજી બંને ભાષામાં લખવાનું રહેશે. લખેલ નામ 50% થી વધુ સરખું થતું હોવું જોઈએ.
- હવે નીચે તરફ જતા ત્યારે ફેચલેન્ડ માહિતી નો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરવું.
- ત્યાર પછી નવું પેજ જોવા મળશે. ખૂલેલા નવા પેજમાં તમારે તમારા જિલ્લા, તાલુકા અને તમારું ગામ દાખલ કરવાનું રહશે.
- આ બધું દાખલ થઈ ગયા બાદ સર્વે નંબર તેમજ સબ સર્વે નંબર દાખલ કરવાનો રહશે.
- સર્વે નંબર એડ કર્યા પછી તમને તમારું નામ પેજ પર જોવા મળશે આ નામ પર ક્લિક કરો.
- આવી જ રીતે તમારી પાસે જેટલા સર્વે નંબર હોય તેટલા એક પછી એક એડ કરી આ પ્રક્રિયા કરવી.
- આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા બાદ વેરી ફાઈન બટન પર ક્લિક કરો. ત્યાર પછી લેન્ડ ઓનર પર ક્લિક કરી.
- હવે જમીનના ખાતા રહેલ જમીન માલિક ના નામ પર એપ્રુવલ તરફ ક્લિક કરો.
- હવે ત્યાર પછી માંગેલ પરમિશન સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરો.
- ત્યાર પછી તમારે હવે ઇ સિગ્નેચર કરવાનુ રહેશે. જેથી રજીસ્ટર મોબાઇલ પર એક ઓટીપી જોવા મળશે તે ઓટીપી દાખલ કરતા.
- હવે ઓટીપી દાખલ થયા બાદ થોડાક જ સમયમાં તમારા મોબાઇલ ઉપર તમારું રજીસ્ટ્રેશન સરળતાથી થઈ ગયું છે એવો મેસેજ your registration has been successfully નો text મેસેજ જોવા મળશે.
- આમ ખેડૂત મિત્રો પોતાના સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટર અથવા તો લેપટોપ પર પોતાની રીતે પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકે છે.
અગત્યની લીંક
ઓફિશિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમે પેજ માટે | અહી ક્લિક કરો |