પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના : નોંધાયેલા બાંધકામ શ્રમિકોને કુદરતી મુત્યુના કિસ્સામાં રૂ.૨ લાખનું જીવન વીમા કવચ મળી શકે તે માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે.
પાત્રતા-
- ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલા બાંધકામ શ્રમિકો પૈકી જે આ યોજનામાં જોડાયેલા, ૧૮ થી ૫૫ વર્ષ સુધીની વય મર્યાદામાં આવતા બાંધકામ શ્રમિકોને લાભ મળવા પાત્ર રહેશે.
લાભ
- નોંધાયેલ બાંધકામ શ્રમિક ને દર વર્ષે એક વાર પ્રીમિયમની રકમના ૧૦૦% બેંક ખાતામાં સીધા( DBT) મારફતે રીએમ્બર્સ કરવામાં આવશે.
અરજી કરવા માટેના પુરાવા (દસ્તાવેજ)
- પ્રીમીયમ ભરેલ હોય તેની રસીદ અથવા બેંક સ્ટેટ મેન્ટ જેમાં પ્રીમીયમ ની રકમ ડેબીટ થયેલ હોવાની વિગત ની નકલ
- લાભાર્થી પાસેથી જે બેંક માં PMJJBY યોજના ચાલુ કરેલ હોય તેમજ (ટ્રાન્ઝેક્શન થતું હોય તે) તેવા બેંક એકાઉન્ટની વિગતો મેળવવી.
- લાભાર્થીનું આધાર કાર્ડ ની પ્રમાણિત કરેલ નકલ
- લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો (નોંધ:- દર્શાવેલ તમામ પુરાવા ફરજીયાત રજૂ કરવાના રહેશે. )
લાભ કયાંથી મેળવવો :-
- બાંધકામ બોર્ડની જીલ્લા કચેરીમાં જઈ અથવા સન્માન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની.
શરતો અને નિયમો
- જે આયોજનમાં જોડાયેલા હશે કે જોડાવવાના હશે તેવા તમામ બાંધકામ શ્રમિકો ને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
- પ્રીમીયમ કપાયેલ હોય તે વર્ષ દરમિયાન શ્રમીકની ઉંમર ૫૫ વર્ષથી વધારે ના હોવી જોઈએ.
- નોંધાયેલ બાંધકામ શ્રમિકોને દર વર્ષે એક વાર પ્રીમિયમની રકમ બેંક ખાતામાં સીધા( DBT) મારફતે રીએમ્બર્સ કરવામાં આવશે.
- લાભાર્થી દ્વારા જીલ્લા કચેરી ખાતે નિયત નમુનામાં અરજી સાથે બેંક ખાતામાં પ્રીમીયમની રકમ ઓટો ડેબીટ/કપાત થયેલા વ્યવહારની બેંક પાસબુકની નકલ અને અન્ય જરૂરી આધાર પુરાવા સાથે ભરેલ પ્રીમિયમની તારીખથી (૬) છ માસ સુધીમાં અરજી કરવાની રહેશે
- લાભાર્થીના બેંક એકાઉન્ટમાંથી પ્રીમીયમની રકમ ઓટો ડેબીટ થયાની ખરાઈ કર્યા બાદ વર્ષ માં એક વખત બેંક ખાતામાં DBT મારફતે રીએમ્બર્સ કરી આપવાના રહેશે.
- પ્રમીયમની રકમ કપાયેલ તે પહેલા બાંધકામ શ્રમિક તરીકે નોંધાયેલા હોવા જોઈએ.
કાર્યપદ્ધતિ :-
- અરજદાર દ્વારા ઓનલાઈન સન્માન પોર્ટલ પર અરજી કરવી.
- જો અરજદારશ્રી દ્વારા ઓફલાઈન અરજી કરવામાં આવેતો જીલ્લા પ્રોજેક્ટ મેનેજર દ્વારા ઓનલાઈન સબમિટ કરવાની રહશે.
- જીલ્લા નિરિક્ષકશ્રી દ્વારા અરજી વેરીફાય કરીને મંજુર કરવાની રહશે.
- વડી કચેરીના સ્ટેટ પ્રોજેક્ટ મેનેજરને મંજુરી માટે મોકલવામાં આવશે.
- સ્ટેટ પ્રોજકેટ મેનેજર શ્રીએ અરજી વેરીફાય કરીને સરકારી શ્રમ અધિકારી શ્રીને મોકલી આપવાની રહેશે.
- સરકારી શ્રમ અધિકારી શ્રી દ્વારા અરજી મંજુર કરીને સભ્ય સચિવશ્રીને મોકલી આપવાની રહેશે.
- અરજી મંજુર થયા બાદ દફતરી હુકમ હિસાબી અધિકારીશ્રી દ્વારા કરીને સહાયની રકમ લાભાર્થી દ્વારા રજુ કરેલ બેંક ખાતામાં DBT મારફતે ચુકવવામાં આવશે.
અરજી કરવાની લિન્ક : અહીં ક્લિક કરો.