SBI Personal Loan 2024: આજના મોંઘવારી ના સમયમાં દરેક વ્યક્તિને પોતાના જીવન જરુરીયાત ની વસ્તુઓ લાવવા પુરતા પૈસા હોતી નથી.કોઈ વ્યક્તિ પાસે પૈસા માંગતા સંકોચ અનુભવતા હોય છે. તો તેવા સમયે બેન્કિંગ લોન એક સારો વિકલ્પ ઉપલબ્ધ રહે છે. તેના દ્વારા નાણાકીય સહાય મેળવી ને જીવન જરૂરીયાત પુરી કરી શકાય છે.કોઈ પાસે પૈસા માંગવાની પણ જરૂર પડતી નથી.
જો તમને નાણાકીય જરૂર હોય તો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પાસેથી પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દરેક ગ્રાહકોને ખૂબ જ ઓછા વ્યાજ દરે પર્સનલ લોન આપે છે. પોતાની જરૂરિયાત મુજબ ₹50,000 થી ₹20 લાખ સુધીની પર્સનલ લોન મેળવી શકો છો.તથા આ પર્સનલ લોનની ચૂકવણી માટેનો કાર્યકાળ 12 મહિના થી 7 વર્ષ સુધીનો હોય છે.
SBI Personal Loan ની વિશેષતાઓ
- તમારે નાણાં ની જરૂરિયાત હોય તે મુજબ ₹50,000 થી ₹30 લાખ સુધીની પર્સનલ લોન મેળવી શકાય છે.
- આ પર્સનલ લોનનો વ્યાજ દર 11.25% થી શરૂ થાય છે.
- આ પર્સનલ લોન લેતી વખતે ગ્રાહકને કોઈ પણ પ્રકારની ગેરંટી અથવા સુરક્ષા જમા કરાવવાની જરૂર રહેતી નથી.
- આ પર્સનલ લોન તમારા કોઈપણ વ્યક્તિગત કામો માટે વાપરી શકો છો.
- આ પર્સનલ લોનની ચૂકવણીનો કાર્યકાળ 5 વર્ષ સુધીનો રહે છે.
- આ પર્સનલ લોન માટે અરજી કરતી વખતે તેની પ્રોસેસિંગ ફી બહુ જ ઓછી હોય છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પર્સનલ લોન કોણ મેળવી શકે
- અરજી કરનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
- અરજદાર વ્યક્તિની ઉંમર 21-62 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
- અરજદારની ઓછામાં ઓછી આવક ₹15,000 થી વધારે હોવી આવશ્યક છે.
- અરજદારના ખાતાનો સિબિલ સ્કોર 750થી વધુ હોવો જરૂરી છે.
- અરજદાર વ્યક્તિ રોજગાર, સ્વરોજગાર અથવા તો પેન્શનર હોવો જોઈએ.
- અરજદાર કોઈ પણ બેંક દ્વારા અથવા નાણાકીય સંસ્થા દ્વારા ડિફોલ્ટર થયેલો ન હોવો જોઈએ.
જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- છેલ્લા 3 મહિનાનું સેલરી સ્લિપ
- 1 વર્ષનું આઈ.ટી. આર ફોર્મ
- છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઈલ નંબર
SBI Personal Loan વ્યાજ દર
આ SBI પર્સનલ લોન પરનો વ્યાજ દર 11.25% – 14.85% સુધીનો હોય છે, જે વ્યાજ દર તમારા ખાતાના ક્રેડિટ સ્કોર ઉપર આધાર રાખે છે. આ પર્સનલ લોનની પ્રોસેસિંગ ફી 1% સુધીની હોઈ શકે છે.
Sbi Personal Loan માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ એસબીઆઈ બેન્કની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. https://sbi.co.in/
- વેબસાઇટના હોમ પેજ ઉપર પર્સનલ લોન માટેનો વિકલ્પ આપેલ હશે તે પસંદ કરો.
- ત્યારબાદ એક એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં માગેલી તમામ માહિતી સાચી રીતે ભરો.
- ફોર્મ માં માંગેલા તમામ આવશ્યક દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
- પછી આધાર OTPની મદદથી KYC પ્રક્રિયા પૂર્ણ કરો.
- પર્સનલ લોન ની રકમ મેળવવા માટે બેંકની તમામ વિગતો દાખલ કરો.
- લોન ચૂકવણી માટે EMandate દ્વારા ઓટો ડેબિટ સેટ કરો અને પછી સબમિટ કરો.
- તમારા ફોર્મની ચકાસણી કરીને, લોન મંજૂર થાય છે અને આ લોનની રકમ તમારા આપેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
SBI Personal Loan કસ્ટમર કેર નંબર
જો આ પર્સનલ લોન કરતા સમયે કોઈ મુશ્કેલી આવે છે, તો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નીચે આપેલા ગ્રાહક સેવા કેન્દ્ર નંબરનો સંપર્ક કરી શકો છો.
કસ્ટમર કેર નંબર : 1800 425 3800