આજનું કરંટ અફેર્સ : 22/01/2025
1. હાલમાં ચર્ચામાં રહેલ ઓપરેશન ચિવાલરસ નાઈટ-3 કયા દેશ સાથે સંબંધિત છે ?
Ans. યુએઈ
➟ આ ઓપરેશન હેઠળ ગાજામાં 200 ટન આવશ્યક સામગ્રી મોકલવામાં આવી છે.
2. ભારત સરકારે ફિલિપિન્સ પછી કયા દેશને બ્રહ્મોસ મિસાઈલ નિર્યાત કરશે ?
Ans. ઇન્ડોનેશિયા
➟ બ્રહ્મોસ્મીસેલનું નિર્માણ ભારત અને રશિયાએ ભેગા મળીને કર્યું છે.
➟ બ્રહ્મોસ મિસાઈલ ની ઝડપ 2.8 મૈક છે.
3. હાલમાં મન કી બાત કાર્યક્રમમાં જીઆઈ ટેગના કારણે ચર્ચામાં રહેલ વર્જિન નાળિયેર તેલ નો સબંધ કયા પ્રદેશથી છે ?
Ans. અંદમાન નિકોબાર
➟ મન કી બાત ના અઢારમાં સંસ્કરણને હાલમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
➟ આ વર્જિન નારીયલ તેલ નિકોબારમાં તૈયાર કરવામાં આવે છે.
4. હાલમાં કેન્દ્રીય રીઝર્વ પોલીસ ફોર્સના મહાન નિર્દેશકના રૂપમાં કોની પસંદગી કરવામાં આવી છે ?
Ans. જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ
➟ CRPF ના પ્રથમ મહાન નિર્દેશક વીજી કાનેટકર હતા.
➟ CRPF નો આદર્શ વાક્ય સેવા અને વફાદારી છે.
5. હાલમાં ત્રીજું રાષ્ટ્રીય ખાણ મંત્રીઓનું સંમેલન ક્યાં શરૂ થયું છે ?
Ans. ઓડીશા
➟ આ સંમેલનનું આયોજન ઓડીશાના કોર્ણાક ખાતે કરવામાં આવ્યું છે.
➟ આ સંમેલનની થીમ વિકાસશીલ ભારત@2047 છે.
6. હાલમાં ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2025 ના મહિલા એકલ વર્ગમાં કોણ વિજેતા બન્યું છે ?
Ans. એન સે યંગ
➟ એન સે યંગ સાઉથ કોરિયાના બેડમિન્ટન મહિલા ખેલાડી છે.
➟ આ ટુર્નામેન્ટમાં પુરુષ વર્ગમાં ડેનમાર્ક ના ટેનિસ ખેલાડી વિકટર એક્સેલેરસન વિજેતા બન્યા છે.
7. હાલમાં NDRF નો 20 માં સ્થાપના દિવસ સમારોહ ક્યાં આયોજિત થયો છે ?
Ans. આંધ્ર પ્રદેશ
➟ આ દિવસની ઉજવણી આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે કરવામાં આવી છે.
➟ NDRF નો સ્થાપના દિવસ 19 જાન્યુઆરીનો રોજ ઉજવવામાં આવે છે.
8. હાલમાં ચર્ચામાં રહેલ ધ વર્લ્ડ આફ્ટર ગાજા પુસ્તક ના લેખક કોણ છે ?
Ans. પંકજ મિશ્રા
➟ આ પુસ્તકમાં યુદ્ધ બાદ ગાજાની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે.
આજનું કરંટ અફેર્સ : 22/01/2025
1. 47 માં અમેરિકન રાષ્ટ્રપતિના રૂપમાં કોણ શપથ લેશે ?
Ans. ડોનાલ્ડ ટ્રમ્પ
➟ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ તરીકે 20 જાન્યુઆરીના રોજ શપથ ગ્રહણ કરશે.
➟ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે.
2. હાલમાં બહુરાષ્ટ્રીય અભ્યાસ 'લા પેરોસ' પૂર્વીય હિંદ મહાસાગરમાં કોના નેતૃત્વમાં શરૂ થયું છે ?
Ans. ફ્રાન્સ
➟ આ યુદ્ધ અભ્યાસમાં ભારત તરફથી INS મુંબઈ ભાગ લઈ રહ્યું છે.
➟ ગરુડ અભ્યાસનું આયોજન ભારત અને ફ્રાન્સ વચ્ચે કરવામાં આવે છે.
3. હાલમાં તેની ઇતિહાસમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ મેચ રમવાનો રેકોર્ડ કયા ખેલાડીએ બનાવ્યો છે ?
Ans. નોવાક જોકોવિચ
➟ નોવાક જોકોવિચ સર્બિયાના પ્રખ્યાત ટેનિસ ખેલાડી છે.
➟ નોવાક જોકોવિચ સૌથી વધુ 24 ગ્રાન્ડ સ્લેમ વિજેતા ખેલાડી છે.
4. હાલમાં મહિલા અને પુરુષ બંનેમાં પ્રથમ ખો-ખો વિશ્વ કપ 2025માં કયો દેશ વિજેતા બન્યો છે ?
Ans. ભારત
➟ પ્રથમ ખો-ખો વિશ્વ કપનું આયોજન ભારતના દિલ્હી ખાતે આવેલ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું.
➟ પુરુષ અને મહિલા બંને વર્ગમાં નેપાળ ઉપવિજેતા બન્યું છે.
5. હાલમાં IMF દ્વારા આગળના બે નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર કેટલા ટકા રહેવાનો અનુમાન લગાવ્યું છે ?
Ans. 6.5%
➟ IMF અનુસાર બે વર્ષમાં ભારત સૌથી ઝડપી વૃદ્ધિ કરતું અર્થવ્યવસ્થા હશે.
➟ વિશ્વ બેંક અનુસાર ભારતનો આર્થિક વિકાસ દર 6.7% રહેશે.
6. હાલમાં રમન રિઝલ્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ઉર્વશી ચિન્હાને કયા ક્ષેત્રમાં યોગદાન માટે ગેટ્સ કેમ્બ્રિજ ઇમ્પેક્ટ પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે ?
Ans. કવાન્ટમ ટેકનોલોજી
➟ આ પુરસ્કાર ઇંગ્લેન્ડ દ્વારા આઠ વ્યક્તિઓને આપવામાં આવ્યું છે.
7. હાલમાં રક્ષા મંત્રાલયે યુદ્ધક્ષેત્ર પર્યટનમાં પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત રણભૂમિ દર્શન એપ કયા લોન્ચ કરી છે ?
Ans. મહારાષ્ટ્ર
➟ આ એપ ભારતીય સેના દિવસ નિમિત્તે પુણે ખાતે લોન્ચ કરવામાં આવી છે.
➟ આ એપમાં 77 સ્થળને સામેલ કરવામાં આવ્યા છે.
8. 85માં અખિલ ભારતીયોનું પીઠાસીન અધિકારીઓનું સંમેલન ક્યાં શરૂ થયું છે ?
Ans. પટના
➟ આ સંમેલનનું ઉદ્ઘાટન ઓમ બિરલા દ્વારા કરવામાં આવ્યું છે.
➟ આ સંમેલનની થીમ "સંવિધાનની 75 મી વર્ષગાંઠ" છે.
આજનું કરંટ અફેર્સ : 21/01/2025
1. હાલમાં QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2025 માં ભારતને કેટલામું સ્થાન મળ્યું છે ?
Ans. 25મું
➟ QS સંસ્થા લંડનની છે.
➟ આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે અમેરિકા છે.
➟ આ ઇન્ડેક્સમાં ભારત અને પ્રતિયોગી યાદીમાં રાખવામાં આવ્યું છે.
2. ઈસરો માટે ત્રીજા લોન્ચપેડનું નિર્માણ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?
Ans. શ્રી હરિકોટા
➟ ઈસરોના નવા હેડ તરીકે વી. નારાયણન નિમણૂક કરવામાં આવ્યા છે.
➟ આ ત્રીજું લોન્ચપેડ સતીશ ધવન પોર્ટ શ્રી હરિકોટા ખાતે નિર્માણ કરવામાં આવશે.
3. હાલમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાંચમા અમેરિકન વાણીજ્ય એસેમ્બલી નું ઉદઘાટન ક્યાં કર્યું છે ,?
Ans. બેંગ્લોર
➟ ડૉ. એસ. જયશંકરની લોન્ચ થયેલ પુસ્તકનું નામ WHY BHARAT MASTERS છે.
4. હાલમાં વિશ્વસ્તરીય પુરાતત્વ અનુભવ સંગ્રહાલય નું ઉદઘાટન ક્યાં થયું છે ?
Ans. વડનગર
➟ આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે.
➟ આ સંગ્રહાલયમાં વડનગર નો જીવંત ઇતિહાસ દર્શાવવામાં આવશે.
5. હાલમાં પ્રથમ વખત ભારતના લોકપાલનો પ્રથમ સ્થાપના દિવસ ક્યારે ઉજવાયો છે ?
Ans. 16 જાન્યુઆરી
➟ પ્રથમ લોકપાલ દિવસની ઉજવણી દિલ્હીના માણેકસા સેન્ટર ખાતે કરવામાં આવી છે.
➟ લોકપાલના વર્તમાન અધ્યક્ષ અજય માણેકરાવ છે.
6. હાલમાં પીએમ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીના અધ્યક્ષ કોણ બન્યું છે ?
Ans. નૃપેન્દ્ર મિશ્રા
➟ આ સોસાયટીના ઉપાધ્યક્ષ રાજનાથ સિંહ છે.
➟ આ સોસાયટીની સ્થાપના એક એપ્રિલ 1966માં દિલ્હી ખાતે કરવામાં આવી હતી.
7. ICC U-19 મહિલા T20 વિશ્વ કપ 2025 ક્યાં શરૂ થયો છે ?
Ans. મલેશિયા
➟ પ્રથમ વખત 2023 માં સાઉથ આફ્રિકા ખાતે આયોજન થયું હતું.
➟ પ્રથમ સંસ્કરણમાં ભારત વિજેતા બન્યું હતું.
8. હાલમાં 21માં થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું છે ?
Ans. મુંબઈ
➟ આ ફિલ્મ ફેસ્ટિકલ અંતર્ગત મુંબઈ અને થાનેના સિનેમાઘરોમાં 61 એશિયન ફિલ્મને પ્રદર્શિત કરવામાં આવી છે
➟ આ ફિલ્મ ફેસ્ટિવલમાં એશિયા સિનેમા સંસ્કૃતિ એવોર્ડ જાવેદ અખ્તરને મળ્યો છે.
9. હાલમાં ડિસેમ્બર 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ કોણ બન્યું છે ?
Ans. જસપ્રીત બુમરાહ
➟ આ પુરસ્કાર મહિલા વર્ગમાં ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડી એનાબેલને મળ્યો છે.
નોંધ : આ કરંટ અફેર્સ આવતી કાલ સુધી જ ઉપલબ્ધ રહેશે.. દરરોજ નવું કરંટ અફેર્સ અપડેટ થતું રહેશે.
દરરોજ કરંટ અફેર્સ મેળવવા માટે આપણા Instagram Fageને Follow કરો. Follow on Instagram !
Telegram Paid Group : દરરોજ કરંટ અફેર્સ (GK સાથે) મોક ટેસ્ટ (Poll), Handwriting Notes, અને ટાર્ગેટ બેઝ તૈયારી માત્ર 149/- (6 મહિના સુધી)*: અહીં ક્લિક કરો !