ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન અને મતગણતરી

ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખને લઈ સૌથી મોટા સમાચાર 






  • Gujarat Elections 2022ને લઇ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
  • 1 અને 5 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 8 ડિસેમ્બરે મતગણતરી 
  • ધારણાઓ મુજબ ગુજરાતમાં બે તબક્કામાં જ યોજાશે મતદાન 

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. આજે ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. 

મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.

કોઈપણ મતદાર માત્ર ફોન દ્વારા જ ફરિયાદ કરી શકશે
 
મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદાર ફરિયાદ કરવા માંગે છે. જો તે કોઈપણ ઉમેદવાર કે પક્ષથી પ્રભાવિત હોય તો તે મોબાઈલ ફોન દ્વારા સીધી ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની 60 મિનિટમાં એક ટીમ બનાવીને 100 મિનિટમાં ફરિયાદ ઉકેલવામાં આવશે.

ઓફિશિયલ ન્યુઝ ચેનલ પર વિગતવાર સમાચાર જોવા : અહીં ક્લીક કરો


Gujarat Elections 2022ને લઇ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ

  • ગુજરાતમાં આ વખતે 4.9 કરોડ મતદાતાઓ કરશે મતદાન
  • ગુજરાતમાં આ વખતે 51,782 મતદાન કેન્દ્રો
  • 4.6 લાખ લોકો કરશે પ્રથમ વાર મતદાન
  • મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો હશે
  • દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન કેન્દ્રો હશે
  • 50 ટકા મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ વ્યવસ્થા હશે
  • જનરલ કેટેગરીમાં આ વખતે હશે 142 બેઠકો
  • અનુસૂચિત જાતિની કેટેગરીમાં હશે 13 બેઠક
  • અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં હશે 27 બેઠક